મુંબઈ: દેશમાં સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર થમી રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસ અત્યાર સુધીનો રેકોર્ડ તોડી દીધો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અનુસાર, 17 હજાર 433 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 292 લોકોના મૃત્યુ થયું છે.


નવા કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 8 લાખ 25 હજાર 739 થઈ ગઈ છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 25 હજાર 195 લોકોના મોત થઈ ચૂક્યા છે. નવા કેસની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 01 હજાર 703 થઈ છે. રાજ્યમાં કોરોનાથી 5 લાખ 98 હજાર 496 લોકો ઠીક થઈ ગયા છે.



મહારાષ્ટ્રમાં મુંબઈ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,622 કેસ નોંધયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,48,569 પર પહોંચ્યો છે. જેમાંથી 1,19,702 લોકો સાજા થઈ ગયા છે અને 20,813 એક્ટિવ કેસ છે. મુંબઈમાં 7,724 લોકોના કોરોનાથી મોત થયા છે.



સરકારે PUBG સહિત 118 મોબાઇલ એપ પર મૂક્યો પ્રતિબંધ, જાણો વિગત