ટ્વિટર ઈન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીની  ટ્રાન્સફર કરવામાં આવી છે. કંપનીએ તેમને હવે અમેરીકાના સાનફ્રાન્સિસ્કોમાં નવી નિમણૂંક કરી છે. ત્યાં તેમને કંપનીના રેવન્યુ સ્ટ્રેટજી અને ઓપરેશન વિભાગમાં સીનિયર ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.


ટ્વિટરના જાપાન અને એશિયા પેસેફિક વિસ્તારના વાઈસ પ્રેસિડેન્ટ Yu Sasamotoએ જણાવ્યું કે મનીશ મહેશ્વરી હજુ પણ કંપની સાથે જોડાયેલા રહ્યા છે. તેમને હવે એક નવી ભૂમિકા નિભાવવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો મોકલવામાં આવ્યા છે. તે ત્યાં કંપનીમાં સીનિયર ડાયરેક્ટરની જવાબદારી નિભાવશે.


ટ્વિટર કંપની લાંબા સમયથી વિવાદોમાં ચાલી રહી છે. કંપનીએ ટૂલકિટ કેસમાં ભાજપના અનેક નેતાઓના ટ્વિટ સામે 'હેરાફેરી' નો ટેગ લગાવ્યો હતો. આ સાથે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સહિત ઘણા નેતાઓના ટ્વિટર હેન્ડલ્સને લોક કરી દીધા હતા. જોકે, સરકારના વિરોધ બાદ તે તમામના એકાઉન્ટ ફરીથી શરૂ થયા હતા.


રાજયસભા હોબાળોઃ વિશેષ સમિતિ કરશે તપાસ, કાયદાના જાણકારોની સલાહ લેવાઈ રહી છે


ચોમાસું સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાં હોબાળાની તપાસ એક વિશેષ સમિતિ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહની અંદર રાજ્યસભાની ઘટનાની તપાસ માટે એક સમિતિની જાહેરાત કરવામાં આવશે. આ સમિતિમાં અડધો ડઝનથી એક ડઝન સભ્યો હશે. આ બાબતની તપાસ નીતિશાસ્ત્ર સમિતિને બદલે વિશેષ સમિતિ દ્વારા કરવામાં આવશે. હાલમાં ભૂતપૂર્વ સેક્રેટરી અને કાયદાના નિષ્ણાતો પાસેથી અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.



બીજા બાજુ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ચોમાસુ સત્રમાં કેટલાક સાંસદોના ખરાબ વર્તન પર ચિંતા વ્યક્ત કરી છે.



બીજી તરફ સંસદમાં પક્ષ અને વિપક્ષની લડાઈ વચ્ચે રાજ્યસભા સચિવાલયે 11 ઓગસ્ટના રોજ રાજ્યસભાની અંદર થયેલા હોબાળા અંગે પોતાનો અહેવાલ રજૂ કર્યો છે. અહેવાલ મુજબ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોલા સેને હોબાળાના દિવસે દિવસે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે ગેરવર્તન કર્યું હતું. તેમણે માત્ર તેનો રસ્તો જ રોક્યો ન હતો પરંતુ પિયુષ ગોયલને ધક્કો પણ માર્યો હતો. જ્યારે સાંસદો ફૂલો દેવી નેતામ, છાયા વર્મા અને એલ્મરન કરીમ પર માર્શલો સાથે મારપીટ કરવાનો આરોપ છે.