તેમણે જણાવ્યું કે, પરિવારના ત્રણ લોકો ઈટાલીથી પરત ફર્યા છે અને બે અન્ય લોકોને તેમના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈ ચાલતી અફવા પર ધ્યાન ન આપવા અને સાવધાની રાખવા લોકોને અપીલ કરી હતી.
દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 3200થી વધુનાં મોત થયાં છે. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર પહોંચી ગયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી 110 જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં ઇમરજન્સી કરાઇ જાહેર
અમેરિકાના 28 રાજ્યોમાં કોરોના વાયરસના 329 મામલાની પુષ્ટિ થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 15 પર પહોંચી છે. કેલિફોર્નિયામાં ગ્રેન્ડ પ્રિન્સેસ ક્રૂઝ શિપના 21 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ બાદ ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રૂ કૂમોએ આની જાહેરાત કરી છે.
રાણા કપૂરની પુત્રી એક સમયે હતી IPLની મિસ્ટ્રી ગર્લ, ટોચના આ ઉદ્યોગપતિ સાથે છે કનેક્શન, જાણો
Women’s T-20 World Cup: ફાઈનલમાં વરસાદ પડે અને મેચ રદ્દ થાય તો શું ભારત વિજેતા બનશે ? જાણો વિગતે