ન્યૂઝ એજન્સી એએનઆઇના સૂત્રોના મતે તંગધાર સેક્ટર (જમ્મુ અને કાશ્મીર)માં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના ઘૂસણખોરોને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવા માટે મદદ કરી રહી હતી. આ દરમિયાન ભારતના બે જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.
નોંધનીય છે કે પાકિસ્તાને 15 ઓક્ટોબરના રોજ સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. જેનો ભારતીય જવાનોએ જવાબ આપ્યો હતો. આ વર્ષે સીઝફાયરની 2300થી વધુ ઘટનાઓ નોંધાઇ ચૂકી છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૌઇબાના આતંકવાદીઓ નિયંત્રણ રેખા પર એકઠા થયા છે જેથી તક મળતા તેઓ ભારતીય સરહદમાં પ્રવેશ કરી શકે.