નવી દિલ્હીઃ કોરોના વાયરસ આખી દુનિયામાં ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના બે પોઝીટિવ કેસ સામે આવ્યા છે. એક કેસ નવી દિલ્હીમાં અને બીજો તેલંગણામાં મળ્યો છે. હાલમાં બંન્ને દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે બંન્નેની હાલત સ્થિર છે.


ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2800 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે લગભગ 79 હજારથી વધુ લોકો અત્યાર સુધી પ્રભાવિત થયા છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાના અનેક દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. હવે ભારતમાં કોરોનાના બે પોઝીટિવ કેસ સામે આવ્યા છે. કોરોના એક કેસ નવી દિલ્હીમાં જ્યારે બીજો કેસ તેલંગણામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે દિલ્હીમાં જે વ્યક્તિમાં કોરોનાની તપાસ પોઝીટિવ આવ્યો છે તે તાજેતરમાં જ ઇટાલીના પ્રવાસથી ભારત પરત ફર્યો હતો. જ્યારે તેલંગણામાં કોરોના પોઝીટિવ વ્યક્તિ દુબઇની યાત્રાથી પરત ફર્યો હતો. ચીન બહાર ઇરાન અને ઇટાલીમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે.