નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આતંકીઓના કાવતરાને લઇને મોટો ખુલાસો થયો છે. સુત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં દિલ્હી સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં આતંકી હુમલો કરાવવાની કોશિશ કરી રહી છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે ISIના બે આતંકીઓ દિલ્હીમાં ઘૂસી ગયા છે.

સુરક્ષા એજન્સીઓએ બન્ને આતંકીઓની તસવીરો રજૂ કરી છે, અને તેમની તપાસ કરી રહી છે. માહિતી મળ્યા બાદ દિલ્હીમાં આઇજીઆઇ એરપોર્ટ સહિત ભીડભાડ વાળી જગ્યાઓ તથા બજારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં જિલ્લા ડીસીપી ખુદ બજારો સહિત અન્ય જગ્યાઓ પર પેટ્રૉલિંગ કરી રહ્યાં છે.



ઉપરાંત સુરક્ષા એજન્સીઓને એ પણ માહિતી મળી છે કે, ગુજરાતના કંડલા પોર્ટ પર એક આતંકીને કમાન્ડો ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યો છે. માહિતી મળતા જ કંડલા પોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોર્ટની તપાસ કરાઇ રહી છે.


નોંધનીય છે કે, ભારતમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન ભારત સામે નાપાક હરકતો કરી રહ્યું છે. પહેલા વેપાર બંધ કર્યા હવે વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યું છે.