શ્રીનગર: મુજગુંડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને કર્યા ઠાર, ઓપરેશન દરમિયાન સ્થાનિકોનો પથ્થરમારો
abpasmita.in | 08 Dec 2018 10:43 PM (IST)
જમ્મુ-કાશ્મીર: શ્રીનગરના મુજગુંડમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓને ર કર્યા છે. જેમાં 14 વર્ષીય આતંકી મુદાસિર પણ સામેલ હતો. અર્ધસૈનિક દળ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આંતકીઓની ઘેરાબંધી કરી હતી અને બન્ને તરફથી ગોળીબાર થયો હતો. તે દરમિયાન સ્થાનીક લોકોએ સેના પર પત્થરમારો પણ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે મુજગુંડમાં સીઆરપીએફ અને કશ્મીર પોલીસ કાસો(CASO)એ સઘન સર્ચ અભિયાન ચલાવ્યું હતું તે દરમિયાન ત્રણ આતંકીઓને ઘેરી લીધા હતા અને સુરક્ષાદળો પર તેઓએ ફાયરિંગ કરવા લાગ્યા હતા. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઘાટીમાં સુરક્ષાદળોએ આ વર્ષે અત્યાર સુધી 225 આતંકવાદીઓ ઠાર માર્યા છે.