નવી દિલ્લીઃ સેનાએ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નૌગામ સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવી બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અભિયાનમાં બે જવાન પણ શહીદ થયા હતા.

સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાતે નૌગામ સેક્ટરમાં એલઓસી પાસે શંકાસ્પદ પ્રવૃતિ જણાઇ હતી. સેનિકે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં બે જવાન પણ શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતુ કે, આ શુટઆઉટમાં ઘટના સ્થળેથી બે એકે 47 રાઇફલ એક યૂબીજીએલ અને યુદ્ધ સબંધિત અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી.

આ સપ્તાહની બીજી ઘુસણખોરીનો પ્રયત્ન હતો જેને સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. આ પહેલા સેનાએ 26 જુલાઇએ ઘુસણખોરીના એક પ્રયત્નને નિષ્ફળ કર્યો હતો, જેમા ચાર આતંકવાદી માર્યા ગયા હતા. અને એકને જીવીત પકડી લેવામાં આવ્યો હતો.