કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા. કાશ્મીરના બડગામ જિલ્લાના બુજગુ એરિજલ ક્ષેત્રમાં ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે આતંકીઓને માર્યા છે. આર્મીને આ વિસ્તારના એક ઘરમાં બે કે ત્રણ આતંકીઓ છુપાવ્યા હોવાની જાણકારી મળી હતી. બાદમાં તેમણે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. મોડી રાત્રે જ સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ શરૂ થઇ ગઇ હતી.
નોંધનીય છે કે એક દિવસ અગાઉ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ 2 આતંકીને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ એક જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરના ભત્રીજા ઉસ્માન હૈદરને ઠાર માર્યો હતો. ઉસ્માન જૈશ સ્નાઇપર ટીમનો ઉપપ્રમુખ હતો. આ ઓપરેશનમાં 42 રાષ્ટ્રીય રાઇફલ્સ, એસઓજી અને સીઆરપીએફના જવાન સામેલ હતા.નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં જૈનના સ્નાઇપરોએ કરેલા હુમલામાં 3 જવાન શહીદ થયા હતા.