J&K: પૂંછ-KG સેક્ટરમાં પાકિસ્તાનની ફાયરિંગમાં સેનાના 2 જવાન શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Nov 2016 04:32 PM (IST)
જમ્મૂ: જમ્મૂ અને કાશ્મીરમાં પૂંછ અને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાનને એકવાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કર્યું છે. રવિવારે પાકિસ્તાન દ્વારા કરેલા ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ થયા હતા, જ્યારે એક સામાન્ય નાગરિક ઘાયલ થયો હતો. પાકિસ્તાન તરફથી અચાનક ફાયરિંગ રવિવારે બપોરે બે વાગે શરૂ થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગનો મૂંહતોડ જવાબ આપી રહી છે. ભારતે પણ શક્તિશાળી હથિયારો વડે પાકિસ્તાનનો સામનો કર્યો છે. કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાનની ફાયરિંગમાં ગુરુસેવક સિંહ શહીદ થયા છે. સેનાએ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં બે ઘૂસણખોરીને અસફળ બનાવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી લગભગ ચાર સ્થાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં સેના અને સામાન્ય નાગરિક એમ બન્નેને નિશાન બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે અઠવાડિયામાં પાકિસ્તાનની ફાયરિંગમાં 9 જવાન શહીદ થયા છે. તે સિવાય છેલ્લા અઠવાડિયામાં અંતરરાષ્ટ્રીય સીમા અને લાઈન ઑફ કંટ્રોલ બૉર્ડર ફાયરિંગમાં 8 સામાન્ય નાગરિક પણ માર્યા ગયા હતા.