Uddhav Thackeray On Uniform Civil Code: અત્યારે દેશભરમાં મોદી સરકારના નવા કાયદા યુસીસી પર વિવાદ વધ્યો છે. વિપક્ષી દળો યુસીસીનો પુરજોશમાં વિરોધ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે સુત્રોએ માહિતી આપી છે કે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) આ યૂનિફોર્મ સિવિલ કૉડ (UCC)ને સમર્થન આપી શકે છે. ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) પક્ષના કોઈપણ નેતાએ યૂનિફોર્મ સિવિલ કૉડ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન નથી આપ્યુ. આમ છતાં સૂત્રો જણાવે છે કે જો બિલ સંસદમાં લાવવામાં આવશે, તો ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેને ટેકો આપશે.
બાળાસાહેબ ઠાકરેના ત્રણ મહત્વના સપના છે - અયોધ્યામાં રામ મંદિર, કાશ્મીરમાંથી 370 હટાવવા અને દેશમાં સમાન નાગરિક સંહિતાનો અમલ. ઉદ્ધવ ઠાકરેએ 20 જૂને પ્રેસ કૉન્ફરન્સમાં UCCને સમર્થન આપવાની વાત કરી હતી. જોકે, સાથે સાથે તેમને આ મામલે સવાલો પણ ઉઠાવ્યા હતા.
સંજય રાઉતનું કહેવું છે ?
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે યૂનિફોર્મ સિવિલ કડનો ડ્રાફ્ટ આવ્યો નથી. આવામાં અમે આની વિરુદ્ધ છીએ તે કહેવું ખોટું છે. ડ્રાફ્ટ આવ્યા બાદ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ પાર્ટી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે.
ચોમાસુ સત્રમાં લાવવામાં આવી શકે છે બિલ -
સરકાર સંસદના ચોમાસુ સત્રમાં યૂનિફોર્મ સિવિલ કૉડ બિલ લાવી શકે છે. સંસદીય સ્થાયી સમિતિએ યૂનિફોર્મ સિવિલ કૉડ (યુસીસી)ના મુદ્દા પર વિવિધ હિતધારકોના મંતવ્યો મેળવવા માટે કાયદા પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની નૉટિસ પર (કાયદો) કમિશન અને કાયદા મંત્રાલયના પ્રતિનિધિઓને 3 જુલાઈએ બોલાવ્યા છે.
એનસીપીએ પણ સ્પષ્ટ કર્યો મત -
શિવસેના (UBT) સાથી NCP પ્રમુખ શરદ પવારે પણ UCCના સમર્થનને લઈને નિવેદન આપ્યું છે. તેમને ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી યૂનિફોર્મ સિવિલ કૉડ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે જ્યારે સરકાર કેટલીક બાબતો સ્પષ્ટ કરશે.
મહારાષ્ટ્ર કોંગ્રેસે સમિતિનું કર્યુ ગઠન -
પવારે કહ્યું કે, તેઓ યુસીસીને સમર્થન આપવા ઈચ્છુક નથી. તેથી શીખ સમુદાયના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના UCC પર નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. આ ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસે યૂનિફોર્મ સિવિલ કૉડની અસરનો અભ્યાસ કરવા માટે મુંબઈ યૂનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર બાલચંદ્ર મુંગેકરના નેતૃત્વમાં નવ સભ્યોની સમિતિની રચના કરી છે.
Join Our Official Telegram Channel: