Kanhaiya Lal Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કન્હૈયા લાલની હત્યામાં જે ખંજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે આરોપીઓ ઉત્તર પ્રદેશના કાનપુરથી લાવ્યા હતા. આ હથિયારોને ઉદયપુરમાં એસકે એન્જિનિયરિંગ નામની ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ હથિયારોની તસવીર એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના કેટલાક નંબરો જોડાયેલા હતા. આ ખુલાસા બાદ હત્યારાઓના પાકિસ્તાન કનેક્શનની પુષ્ટી થઇ હતી.


40 લોકો સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા


ઉલ્લેખનીય છે કે કાનપુરમાં જ દાવત-એ-ઈસ્લામિયા નામના પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનની હેડઓફિસ આવેલી છે. અત્યાર સુધીની તપાસમાં ગોસ મોહમ્મદને કન્હૈયા લાલની હત્યાના કાવતરાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેને રિયાઝ અને અન્ય લોકોની મદદથી અંજામ આપવામાં આવ્યો હતો. લગભગ 40 લોકોની વિગતો તપાસ એજન્સીઓ પાસે ઉપલબ્ધ છે, તે બધા ગોસ મોહમ્મદ અને રિયાઝના કહેવા પર સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યા હતા.


આરોપીઓની ધરપકડ માટે દરોડા


આ તમામ 40 લોકો ઉદયપુર અને તેની આસપાસના વિસ્તારના રહેવાસી છે. આરોપીઓને પકડવા માટે તપાસ એજન્સીઓ તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. મોટા ભાગના આરોપીઓ ઉદયપુર નજીક સિલાવટવાડી, ખાંજીપીર અને સવિનાના રહેવાસી છે. આ તમામ ગોસ અને રિયાઝના વોટ્સએપ ગ્રુપ મારફતે સંપર્કમાં આવ્યા હતા. રિયાઝ અને ગોસ મોહમ્મદના મોબાઈલમાંથી પાકિસ્તાની મૌલવીઓના ઉશ્કેરણીજનક ભાષણોની વીડિયો ક્લિપ્સ પણ મળી આવી છે.


 


Alaska : અલાસ્કામાં ટાઇટેનિક જેવી ઘટના બનતા રહી ગઈ, બરફના મોટા ટુકડા સાથે અથડાયું જહાજ, જુઓ વિડીયો


Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ


Amaravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ નાગપુરથી ઝડપાયો, મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા 


જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પુર આવ્યું


Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ