ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું PM મોદી પર નિશાન, કહ્યું ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની વાત પર વિચાર કરવો જોઈએ
abpasmita.in | 24 Nov 2016 06:04 PM (IST)
નવી દિલ્લી: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નોટબંધીને લઈને પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કાળા નાણાં વિરૂધ્ધમાં પગલા લેવા પર કોઈ કાળી સોચ છે? લોકોને આ નિર્ણયથી ધણી તકલીફ પડી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું બ્રિટનમાં બ્રેક્ઝિટ કરવા પહેલા લોકોનો જનમત કરવામાં આવ્યો હતો શું મોદી પણ બ્રિટનના પીએમની જેમ આ તરફ પગલા લેશે? ઉદ્ધવે કહ્યું લોકો તેને જબરન સરકારની વસૂલી ગણાવી રહ્યા છે, શું દુનિયામાં એવો કોઈ દેશ છે જેણે લોકો પાસેથી આ પ્રકારે વસુલી કરી હોય. ઉદ્ધવે કહ્યું જે લોકોએ તમને ચૂંટ્યા છે તે લોકોની જ આંખોમાં તમે આંસુ લાવી દિધા છે, જ્યારે તમારી જવાબદારી તેમના આંસુ લૂછવાની છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મનમોહન સિંહે સંસદમાં જે પણ કહ્યું તેનો વિચાર કરવો જોઈએ, તેઓ એક મોટા અર્થસાશ્ત્રી છે. તમે અમને અને કેબિનેટને વિશ્વાસમા નહી લેતા પરંતુ દેશની જનતાને જરૂર વિશ્વાસમાં લેજો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડનવીસના લાઈનમાં ઉભા રહેલા લોકોને ફ્રીડમ ફાઈટર કહેવા પર ઉદ્ધવે કહ્યું શું તમે લાઈન ઉભા રહેલા લોકોને સ્વાતંત્ર સેનાની માફક પેંશન આપશો? જે લોકો લાઈનમા ઉભા રહીને મૃત્યું પામ્યા છે તેમને આપ શહીદ કહેશો?