નવી દિલ્લી: પૂર્વ બીજેપી સાંસદ નવજોત સિંહ સિદ્ધુ પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ માટે પ્રચાર કરશે. કૉંગ્રેશના પ્રદેશ અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહે આ જાણકારી આપતા જણાવ્યું કે સિદ્ધુ એને તેના પત્ની
નવજોત કૌરના કૉંગ્રેસમાં જોડાવા અંગેની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે, માત્ર ઔપચારિક્તા બાકી છે.
કેપ્ટન અમરિંદર સિંહે જાહેરાત કરતા જણાવ્યું કે સિદ્ધુ અને તેના પત્ની અમાપી સાથે છે. તે કોઈ સીટ પરથી ચૂંટણી લડવા નથી માંગતા પરંતુ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.
બીજેપીનો સાથ છોડી આવાજ એ પંજાબ નામની પાર્ટી બનાવનારા સિદ્ધુના પત્ની નવજોત કૌરની કૉંગ્રેસમાં જોડાવા અંગેની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. એવામાં સિદ્ધુના કૉંગ્રેસમાં જોડાવાની એટકળો ચાલતી હતી.
સપ્ટેમ્બરમાં પૂરી તૈયારી સાથે સિદ્ધુએ પોતાની અલગ પાર્ટીની જાહેરાત કરી ધણી પાર્ટીઓને સાથે આવવા માટે અનુરોધ કર્યો હતો. રવિવારે આવાજ એ પંજાબના બે નેતા બૈંસ બ્રધર્સે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદ સિદ્ધુની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલતી હતી.