Maharashtra MLA Disqualification: ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજીને ફગાવી દેવાના મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય પર ઉદ્ધવ ઠાકરે જૂથે  સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. 


મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા એકબીજાના ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ગેરલાયકની અરજીઓને બુધવારે (10 જાન્યુઆરી) સ્પીકર રાહુલ નાર્વેકરે ફગાવી દીધી હતી.


સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે. કારણ કે ચૂંટણી પંચે પણ આ વાત સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોની સભ્યતા અકબંધ રહેશે. આ નિર્ણય શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે મોટો ફટકો હતો.


કયા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે લેવાયો નિર્ણય ?


શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેનારાઓમાં સીએમ એકનાથ શિંદે, આરોગ્ય પ્રધાન ડૉ. તાનાજી સાવંત, રોજગાર પ્રધાન સંદિપનરાવ ભુમરે, લઘુમતી વિકાસ પ્રધાન અબ્દુલ સત્તાર, ભરત ગોગાવલે, સંજય શિરસાટ અને યામિની જાધવનો સમાવેશ થાય છે.


ઉપરાંત અનિલભાઈ બાબર, ડૉ. કિનીકર બાલાજી પ્રહલાદ, પ્રકાશ સુર્વે, મહેશ શિંદે, લતા સોનાવણે, ચિમનરાવ રૂપચંદ પાટીલ, રમેશ બોરનારે, ડૉ. સંજય રાયમુલકર અને બાલાજી કલ્યાણકર.



મહારાષ્ટ્ર વિધાનસભામાં અયોગ્યતાના કેસમાં સ્પીકર રાહુલ નાર્વેકર ચુકાદો આપી કહ્યું કે 1999ના બંધારણને ધ્યાનમાં રાખવું પડશે કારણ કે 2018નું બંધારણ ECI સમક્ષ અસ્તિત્વમાં ન હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા વિવિધ સોગંદનામાને ધ્યાનમાં લીધા છે અને પક્ષકારોની દલીલો પર આધાર રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ECI સમક્ષ બંધારણ પર વિચાર કરવો પડશે અને તેથી આ માંગ કરવામાં આવી છે.


વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. રાહુલ નાર્વેકરે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો હતો. સ્પીકર નાર્વેકરનો નિર્ણય શિંદે જૂથની તરફેણમાં આવ્યો હતો. સ્પીકરે ઉદ્ધવ જૂથની માંગને ફગાવી દીધી હતી. વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયમાં કહ્યું કે, 'એકનાથ શિંદે જૂથ જ અસલી શિવસેના છે.' 


સ્પીકરે કરેલી મહત્વની ટિપ્પણીઓ



  • ઉદ્ધવ જૂથની માગને સ્પીકરે ફગાવી દીધી છે.

  • ઉદ્ધવ એકલા ન લઈ શકે નિર્ણયઃ સ્પીકર

  • શિંદેને ઉદ્ધવ ઠાકરે ન હટાવી શકેઃ સ્પીકર

  • ઉદ્ધવનો નિર્ણય આખી પાર્ટીને ન પડે લાગૂઃ સ્પીકર

  • ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યોઃ સ્પીકર

  • 2018નું સંવિધાન સંશોધન રેકોર્ડમાં નથીઃ સ્પીકર

  • શિવસેનાનું 1999નું સંવિધાન જ માન્યઃ સ્પીકર

  • સાચી શિવસેના કઈ, તે મહત્વનો મુદ્દોઃ સ્પીકર

  • ECIના રેકોર્ડમાં શિંદે જૂથ અસલી શિવસેનાઃ સ્પીકર

  • ઉદ્ધવ જૂથની દલીલમાં દમ નથીઃ સ્પીકર

  • શિંદેને નેતા પદથી હટાવી નહોતા શકતાઃ સ્પીકર