મુંબઇઃ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી દીધી, આ અંતર્ગત ત્રણેય પક્ષોએ એક મિનિમમ કૉમન પ્રોગ્રામ રજૂ કર્યુ. મહારાષ્ટ્ર વિકાસ અગાડી (એમવીએ) ગઠબંધને આમાં કેટલાક મોટા વાયદા કર્યા છે જેમાં એક વાયદો સારવાર અને ભોજનનો પણ છે.


ચૂંટણી પ્રચાર દરમિયાન શિવસેનાએ કહ્યું હતું કે, રાજ્યમાં દરેકને 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપીશુ, હવે આ વાયદો પુરો કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત વાયદામાં એવુ પણ હતુ કે સરકાર 1 રૂપિયામાં ઇલાજ-સારવાર આપશે. જોકે, હવે આ બધી વસ્તુઓને ન્યૂનત્તમ કૉમન કાર્યક્રમમાં જગ્યા આપવામાં આવી છે.



આ ઉપરાંત ઉદ્વવ ઠાકર રાજ્યમાં ખેડૂતોને લઇને પણ મોટા નિર્ણયો કરવા જઇ રહ્યાં છે. ગઇકાલે શિવાજી પાર્કમાં શિવસેના ચીફ ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સાથે 6 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.