Mumbai News: મુંબઈના દહિસર વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોષાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો છે. વિનોદ ઘોસાલકર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને આ ગોળીબાર તેમના પુત્ર અભિષેક ઘોસાલકર પર થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


 






અભિષેક ઘોષાલકર ભૂતપૂર્વ કોર્પોરેટર છે. નજીકના સંબંધીઓ પાસેથી માહિતી મળી છે કે, પરસ્પર વિવાદના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અભિષેક ઘોષલકરને વિસ્તારની કરુણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. MHB પોલીસ ઘટના સ્થળે હાજર છે. કરુણા હોસ્પિટલ ખાતે લોકોની ભીડ જોવા મળી હતી.


 






મોરિસ ભાઈએ ગોળીબાર કર્યો
ભૂતપૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ મોરિસ ભાઈ તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઘોસાલકર પર 3 ગોળીઓ ચલાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘોષાલકર પર આ ગોળીબાર ત્યારે થયો જ્યારે તે બોરીવલી વેસ્ટ સ્થિત પોતાના વોર્ડમાં કેટલાક લોકોને મળી રહ્યા હતા. શિવસેના UBT એ ફાયરિંગની આ ઘટનાને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે.


 






તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ મુંબઈ નજીક થાણે પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા હતા. આ ફાયરિંગમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના-શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ સહિત બે લોકો પર ગોળીબાર કર્યો હતો.