નવી દિલ્હીઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું કે, દેશમાં હાલમાં ડરનો માહોલ છે. લોકો સરકારની ટીકા કરવાથી ડરી રહ્યા છે કારણ કે લોકોમાં એ વિશ્વાસ નથી કે તેમની ટીકાને સરકારમાં પ્રશંસા કરવામાં આવશે. ઉદ્યોગપતિ રાહુલ બજાજ જ્યારે પોતાની વાત કહી રહ્યા હતા ત્યારે તેમની સામે દેશના ગૃહમંત્રી અમિત શાહ હતા. ગૃહમંત્રી અમિત શાહ મુંબઇમાં ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડમાં ભાગ લઇ રહ્યા હતા.

કાર્યક્રમમાં ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર તરફથી નાથૂરામ ગોડસેને દેશભક્ત કહેવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. રાહુલ બજાજે કહ્યું કે, સાધ્વી પ્રજ્ઞાને પહેલા તો ટિકિટ આપી જ્યારે તે ચૂંટણી જીતીને આવી તો તેને ડિફેન્સ કમિટિમાં લઇ લેવામાં આવી. આ માહોલ જરૂર અમારા મનમાં છે પરંતુ તે અંગે કોઇ બોલશે નહીં.

રાહુલ બજાજે કહ્યું કે, તમે સારુ કામ કરી રહ્યા છે તેમ છતાં અમે ખુલ્લીને તમારી ટીકા કરીએ. વિશ્વાસ નથી કે તમે તેની પ્રશંસા કરશો. બની શકે છે કે હું ખોટો હોઉં. પીટીઆઇના રિપોર્ટ મુજબ રાહુલ બજાજની શંકાઓ પર ગૃહમંત્રી અમિત શાહે એ જ મંચ પરથી જવાબ આપ્યો હતો. અમિત શાહે એ વાતને ફગાવી દેશભરમાં ડરનો માહોલ છે. કોઇએ કોઇનાથી ડરવાની જરૂર નથી. મીડિયામાં નરેન્દ્ર મોદી સરકારની સતત ટીકા થઇ રહી છે. પરંતુ તમે કઇ રહ્યા છો કે એ પ્રમાણેનો માહોલ પેદા થઇ ગયો તો તેને ઠીક કરવા માટે આપણે કામ કરવાની જરૂર છે. અમારી સરકાર પારદર્શી રીતે કામ કરી રહી છે અને જો તેની ટીકા થઇ રહી છે તો અમે તેને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ.