મુંબઈ: શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ મુંબઈના શિવાજીપાર્કમાં રાખવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે સાથે આજે કુલ 6 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે.


ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ મંત્રીપદના શપથ લીધા હતા. એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળે શપથ લીધા હતા. બાલાસાહેબ થોરાટે મંત્રી તરીકે શપથ લીધા હતા. નાગપુર ઉત્તર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે પણ શપથ લીધા હતા.






મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં સામેલ થવા શિવાજીપાર્ક આવ્યા હતા. શિવાજી પાર્કમાં અંદાજે 70 હજારથી વધારે ખુરશીઓ લગાવવામાં આવી હતી.