નવી દિલ્લી: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક વાર ફરી પાકિસ્તાનને નિશાને સાંધ્યું છે. ઠાકરેએ કહ્યું કે, જો પાકિસ્તાન એક સર્જિકલ સ્ટ્રાઈકની સુધરતું નથી તો તેના પર હુમલો કરી કબજો કરો. ઠાકરેએ ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.
શિવસેના પ્રમુખે કહ્યું કે, ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી તે સારી વાત છે, પરંતુ તેમ છતાં સરહદ પાર સીમા પર 30થી વધુ વખત ફાયરિંગ થઈ ચૂક્યું છે. ઉદ્ધવે તેની સાથે કહ્યું કે, સંરક્ષણ મંત્રીએ સર્જિકલ સ્ટ્રાઈકનો શ્રેય લેવો જોઈએ નહીં. સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકને સફળ બનાવી છે.
ઉદ્ધવ ઠાકરેએ તેની સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને કહ્યુ કે તમે માત્ર પાકિસ્તાન પર ધ્યાન કેંદ્રિત કરો, ભારત અને બાકીના રાજ્યોનું ધ્યાન અમે રાખીશું.
શિવસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકની જોરદાર પ્રશંસા કરી હતી. શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’માં કહ્યું છે કે પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપવા માટે ભારતીય સેના અને પીએમ મોદીને શુભકામના.. સરકારે માત્ર આટલેથી રોકાઈ જવું જોઈએ નહીં. સાપને અડધો જીવતો છોડવો જોઈએ નહીં. તેને પુરી રીતે ખતમ કરવો જોઈએ.