UGC NET 2021 Exam 2021: યુજીસી નેટની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ પરીક્ષા 6 ઓક્ટોબરે યોજાશે. રજિસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખોલવામાં આવી છે. પરીક્ષા 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર વિદ્યાર્થીઓને UGC NET પરીક્ષા માટે અરજી કરવાની વધુ એક તક આપવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ અગાઉ નોંધણી કરાવી શક્યા નથી તેઓ 5 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકે છે. તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ તારીખ સુધી અરજી વિન્ડો ખુલ્લી રહેશે. અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2021 છે. તે જ સમયે, એપ્લિકેશનમાં સુધારણા કરવા માટે 7થી 12 સપ્ટેમ્બર સુધી વિન્ડો ખોલવામાં આવશે.


UGC NET 2021 Registration: આ સ્ટેપ્સ દ્વારા કરો રજિસ્ટ્રેશન



  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.

  • પછી વેબસાઇટ પર આપેલ Application Form લિંક પર ક્લિક કરો.

  • હવે New Registration લિંક પર ક્લિક કરો.

  • આ પછી તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને નોંધણી કરો.

  • હવે લોગ ઈન કરી અને તમારું અરજી ફોર્મ ભરો, ફોટો અને સહી અપલોડ કરો.

  • તે પછી અરજી ફી સબમિટ કરો.

  • બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ લો.


અરજી ફી


અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને 1000 રૂપિયા અને ઓબીસી, ઇડબલ્યુએસ જેવા અનામત કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય એસસી, એસટી અને ટ્રાન્સજેન્ડર કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.


ગુજરાતમાં 6 થી 8 ના વર્ગો ક્યારે શરૂ થશે


ગુજરાતની રૂપાણી સરકારે રાજ્યમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્કૂલો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ પછી આ બાબતે નિર્ણય કરવામાં આવશે. 

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 1 લી ઓગસ્ટ થી 9 ઓગસ્ટ દરમિયાન કરેલ કામો અને ખાત મુહર્ટ અંગે સેવા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. 2 ઓગસ્ટ ના રોજ 433 સેવા સેતુ કાર્યક્રમ થયા. 21 લાખ કરતા વધુ લોકો એ સેવા યજ્ઞ મા લાભ લીધો.

તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રને સીએમએ અભિનંદન આપ્યા છે. 15મી ઓગસ્ટ બાદ વધુ શાળાઓના ક્લાસ ખોલવા માટે વિચારણા કરવામાં આવશે. તબક્કાવાર શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું 15 મી ઓગસ્ટ બાદ શાળાઓના નીચેના ધોરણોના કલાસ શરૂ કરવા સંદર્ભે નિર્ણય લઈશું. અન્ય રાજ્યો કરતા વધુ સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. માછીમારો, મીઠાના અગરિયાને ક્યારેય રાહત આપવામાં આવી નહોતી એ અમે આપી છે. હવે રી સર્વે ની કોઈ કામગીરી કરવામાં આવશે નહિ. સમયસર બધી જ રાહત મળી છે. અમારા સર્વેમા અમે ભાજપ કોંગ્રેસ ક્યારેય જોયું નથી. ગજેરા સ્કૂલ મા નોટિસ આપવામાં આવી છે નોટિસ નો જવાબ આવ્યા બાદ આગળ કાર્યવહી કરવામાં આવશે.


Gujarat Corona Cases: ગુજરાતમાં સળંગ પાંચમા દિવસે કોરોનાથી એક પણ મોત નહીં, જાણો આજે કેટલા નોંધાયા કેસ


શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા સાથે શૂટિંગ કર્યાનો આપ્યો પુરાવો, જાહેર કર્યો આ ફોટો


Education Loan Information:

Calculate Education Loan EMI