બ્રિટનના પ્રધાનમંત્રીના આવાસ અને કાર્યાલય, ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું, “વડાપ્રધાને આજે પીએમ મોદી સાથે વાતચીત કરી, તેમણે કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરી અને વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી આંતરરાષ્ટ્રીય પ્રયાસોના મહત્વ પર જોર આપ્યું હતું. ભોરતમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવાના પ્રયાસ અંતર્ગત 15 એપ્રિલ સુધી મોટાભાગના યાત્રીઓના વીઝા રદ કરવામાં આવ્યા છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને મહામારી જાહેર કર્યું છે.”
પ્રવક્તાએ કહ્યું, “ પ્રધાનમંત્રી જોનસને અને પીએમ મોદીએ વેપાર, સાંસ્કૃતિક સંબંધો, રક્ષા અને ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.” જલવાયુ પરિવર્તનથી પેદા થયેલા પડકારો સહિત અન્ય મુદ્દા પર ફોન પર ચર્ચા થઈ.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કુલ 73 પોજિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 56 ભારતીય નાગરિકો સામેલ છે, જ્યારે અન્ય 17 વિદેશી નાગરિકો છે.