ભોપાલઃ ભાજપ નેતા ઉમા ભારતીએ કહ્યું કે, તેઓ અયોધ્યામાંથનારી શ્રી રામ જન્મભૂમિ કાર્યક્રમથી દૂર રહેશે. ઉમા ભારતીએ આ નિર્ણય કોરોના વાયરસને કારણે લીધો છે. તેમણે કહ્યું કે, તેઓ પીએમ મોદી અને અન્ય લોકોના ચાલ્યા ગયા બાદ જ રામલલાના દર્શન કરશે.


ઉમા ભારતીએ રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ અધિકારીઓને નિવેદન કર્યું છે કે, તેમનું નામ આમંત્રિત મહેમાનોની યાદીમાંથી હટાવી લેવામાં આવે. ભારતીએ આ વાતની જાણકારી આપતા અનેક ટ્વીટ કર્યા છે. તેમણે પહેલા ટ્વીટમાં લખ્યું, ‘કાલે જ્યારે મેં અમિત શાહ જી તથા ભાજપના યૂપીના નેતાઓ વિશે કોરોના પોઝિટિવ હોવાની વાત સાંભળી ત્યારથી મેં અયોધ્યા રામ મંદિર શિલાન્યાસમાં હાજર રલાવને લઈને ખાસ કરીને નરેન્દ્ર મોદી માટે ચિંતિત છું.’

બીજા ટ્વીટમાં ઉમા ભારતી લખે છે, ‘માટે મેં રામ જન્મભૂમિ ન્યાસના અધિકારીઓને જાણકારી આપી છે કે શિલાન્યાસના કાર્યક્રમમાં મુહૂર્ત પર હું અયોધ્યામાં સરયૂના કિનારે રહીશ.’



ઉમા ભારતીએ કહ્યું કે, ‘હું ભોપાલથી આજે રવાના થઈશ. આવતીકાલે અયોધ્યા પહોંચવા સુધી મારી કોઈ સંક્રમિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, એવી સ્થિતિમાં જ્યાં પીએમ નરેન્દ્ર મોદી અને અનેક લોકો હાજર હશે, હું એ સ્થળથી દૂર રહીશ તથા પીએ નરેન્દ્ર મોદી બધા ગ્રુપ સાથે ચાલ્યા ગયા બાદ જ રામલલાના દર્શન કરવા પહોંચીશ.’

ઉમા ભારતીએ પોતાના અંતિમ ટ્વીટમાં લખ્યું છે, ‘આ સૂચના મેં અયોધ્યામાં રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ અધિકારી અને પ્રધાનમંત્રી કાર્યાલાયને મોકલી દીધી છે કે માનનીય પીએમ નરેન્દ્ર મોદીના શિલાન્યાસ કાર્યક્રમના સમયે હાજર રહેનારા લોકોની યાદીમાંથી મારું નામ હટાવી દે.’