નવી દિલ્હી: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સંબોધન કર્યું હતું. સુરક્ષા અસ્થાયી સદસ્ય બન્યા બાદ પીએમ મોદીનું આ પ્રથમ સંબોધન છે. પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન કોરોનાને લઈને કેંદ્ર સરકારની તૈયારીઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું અમે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે.
પીએમ મોદીએ કહ્યું કોરોના સામેની લડાઈમાં અમે 150થી વધુ દેશોમાં ચિકિત્સા અને અન્ય સામગ્રી પહોંચાડી છે. અમારા દેશમાં કોરોના સામેની લડાઈમાં અમારી સરકાર તરફથી ચલાવવામાં આવતી આયુષ્માન ભારત યોજનાને ઘણી મદદ કરી. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ સમગ્ર દુનિયામાં સૌથી સારો છે.
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું બધાને ભોજન મળે એ અમારી પ્રાથમિક્તા છે. તેના માટે અમે ખાદ્ય સુરક્ષા લઈને આવ્યા. અમારી ખાદ્ય સુરક્ષા યોજનાથી 830 મિલિયન નાગરિકોને લાભ મળ્યો છે.
પીએમ મોદીએ કહ્યું અમારી સરકારે તમામ નાગરિકોને ઘર આપવા માટે હાઉસિંગ ફોર ઓલ સ્કીમ ચાલીવી છે જે સુનિશ્ચિત કરશે કે વર્ષ 2022 સુધીમાં તમામ દેશવાસીઓ પાસે પોતાનું ઘર હોય.
પીએમ મોદીએ આગળ કહ્યું અમે પાંચ વર્ષમાં 38 મિલિયન કાર્બન ઉત્સર્જન ઓછું કર્યું. સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેન અભિયાન ચલાવ્યું. અમે તમામ પ્રાકૃતિક આફત સામે લડ્યા. સાર્ક કોવિડ ફન્ડની સ્થાપના કરી છે. કોરોના સામેની લડાઈને અમે જન આંદોલન બનાવ્યું.
પીએમ મોદીએ કહ્યું અમારો સિદ્ધાંત સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ છે. દુનિયાની પ્રગતિમાં સંયુક્ત રાષ્ટ્રનું મોટું યોગદાન છે. આ વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. ભારતે શરૂઆતથી જ સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યોને સમર્થન આપ્યું છે. ECOSOC ના પ્રથમ અધ્યક્ષ ભારતીય હતા.
UN-ECOSOC: PM મોદી બોલ્યા- ભારતમાં કોરોનાનો રિકવરી રેટ દુનિયામાં સૌથી સારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2020 09:33 PM (IST)
પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન કોરોનાને લઈને કેંદ્ર સરકારની તૈયારીઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું અમે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -