રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટ્વીટ કરતા કહ્યું- આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત પોતાની રક્ષા પ્લેટફાર્મા અને મિસાઇલોની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આધ્યક્ષતામાં કેબિનેટે આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસને મંજૂરી આપી દીધી છે, અને આની નિકાસની ઝડપથી મંજૂરી માટે એક સમિતિનુ ગઠન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર સતત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી રહ્યું છે. જેથી દેશમાં વધુમા વધુ રોજગારના અવસર પેદા થવાની સાથે રોકાણનો પણ મોકો મળે.
આ મહિનાના શરૂઆતમાં મોદી સરકારે નવી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પર 22810 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી. આ યોજનાનો હેતુ મહામારીના સમયમાં કંપની દુનિયાને નવી નિયુક્તિઓ માટે પ્રોત્સાહિત કરે છે. સત્તાવાર નિવેદન પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી આપવામાં આવી છે.