લગભગ 60 હજાર કરોડના દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2018-19માં 8,400 કરોડ રૂપિયાનું મોટું નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એર ઈન્ડિયાને વધારે ઓપરેટિંગ કોસ્ટ અને વિદેશી ચલણમાં ખોટના કારણે ભારે નુકસાન ઉઠાવું પડ્યું છે. આવી પરિસ્થિતિમાં એર ઈન્ડિયા ઓઈલ કંપનીઓને પણ પૈસા આપવામાં સક્ષમ નથી. તાજેતરમાં જ ઓઈલ કંપનીઓએ ઈંધણનું સપ્લાઈ અટકાવવાની ધમકી આપી દીધી હતી. પણ ફરી સરકારે હસ્તક્ષેપ કરીને ઈંધણ સપ્લાઈ કરાવવાનું શરૂ કરાવ્યું. કેન્દ્ર સરકાર, એર ઈન્ડિયામાં પોતાની 100 ટકા ભાગીદારી વેચવા જઈ રહી છે.
ત્રણ વર્ષ દરમિયાન એર ઈન્ડિયાનું નુકસાન સૌથી મોટું હતું. કંપનીની નેટવર્થ માઈનસમાં 24,893 કરોડ રૂપિયા હતી, સાથે જ નુકસાન 53,914 કરોડ રૂપિયાનું હતું. ઉદ્યોગ મંત્રી ગણપત સાવંતે જણાવ્યું કે, પીએસયૂ વિભાગે રિવાઈવલ અને રિસ્ટ્રક્ચરિંગ પર ધ્યાન આપ્યું છે. સરકાર તેમની તરફથી આવી કંપનીઓમાં ફરીથી પૈસા કમાવવાની નવી રીત પર કામ કરી રહી છે.