અમિત શાહે કહ્યું કે, “ખૂબજ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે, દેશભરમાં નાગરિકતા કાયદાને લઈ મુસલમાન ભાઈઓ-બહેનોના મનમાં એક ડર બેસાડી દેવામાં આવ્યો છે કે તમારી નાગરિકતા સીએએ થી છીનવી લેવામાં આવશે. આ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. CAA નાગરિકતા છીનવવાનો કાયદો નથી. આ નાગરિકતા આપવાનો કાયદો છે.”
દિલ્હી હિંસા પર અમિત શાહે કહ્યું, “રમખાણ ઉપરાંત અત્યાર સુધી 700 એફઆઈઆર નોંધવામાં આવી છે. 25 ફેબ્રુઆરીએ સવારે દિલ્હીના તમામ પોલીસ મથકમાં શાંતિ સમિતિઓની બેઠક બોલવાની શરૂ કરી દીધી હતી. 26 ફેબ્રુઆરી સુધી 321 અમન સમિતિઓની બેઠક બોલાવીને અમે તમામ સંપ્રદાયના ધર્મ ગુરુઓને તોફાનો ન ફેલાય તે માટે તેમને પોતાના પ્રભાવનો પ્રયોગ કરવાની વિનંતી કરી હતી. દિલ્હીના દંગા મામલે અત્યાર સુધી 2600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ”
ગૃહમંત્રીએ જણાવ્યું કે, દિલ્હીમાં ઘણી ઘટનાઓમાં ખાનગી હથિયાર ચલાવવાની ઘટના પણ સામે આવી છે. એવા 49 મામલા નોંધવામાં આવ્યા છે અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ સવા સૌ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. જેની ઓળખ થઈ ચૂકી છે, તેની તમામ ડિટેલ અમારી પાસે ઉપલબ્ધ થઈ ગઈ છે. એવા લોકોને પકડવા માટે 40 થી વધુ સ્પેશિયલ ટીમનું ગઠન કર્યું છે. જે દિવસ રાત ધરપકડ કરવાનું કામ કરી રહી છે.