નવી દિલ્હી: કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વીટ કરીને જાણકારી આપી છે. અંગડીએ ટ્વીટ કરીને કહ્યું કે, “આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હું સ્વસ્થ છું. ડૉક્ટરની સલાહ લીધી છે. છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓ પોતાના સ્વાસ્થ્યની દેખભાળ રાખે અને કોઈ લક્ષણ દેખાઈ તો ટેસ્ટ કરાવે. ”



ઉલ્લેખનીય છે કે, દેશમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાની ઝપેટમાં અનેક મોટા મોટા નેતાઓ પણ આવી ચૂક્યા છે. અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિહં શેખાવત અને શ્રીપદ નાઈક સહિત અને કેન્દ્રીય મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.