લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરશે. યૂપીમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી પહેલા આ અખિલેશ સરકરાનું છેલ્લું વિસ્તરણ હોઇ શકે છે.

યુપીના સવા ચાર વર્ષ જુના અખિલેશ સરકારનો કાર્યકાળ 27 જૂને સાતમી વખત મંત્રી મડળનું વિસ્તરણ કરશે. સરકારમાં સમાવેશ થનાર મંત્રીઓને કાલે 11 વાગ્યે રાજભવનમાં રાજ્યપાલ રામ નાઇક શપથ અપાવશે. અખિલેશ મંત્રી મંડળનું છેલ્લું વિસ્તરણ 31 ઓક્ટોબરે 2015 ના રોજ થયું હતું. આ સંભવિત છેલ્લા મંત્રી મંડળના વિસ્તરણમાં ચાર મંત્રીઓ બનાવામાં આવી શકે છે.