સીએમ સિદ્ધારમૈયા કોરબા સમાજના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મહિલાની ઉંમર 32થી 33 વર્ષ જણાઈ રહ્યું છે. મહિલાએ એવૉર્ડ લીધા બાદ અચાનક કિસ કરી લીધી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પણ કોરબા સમાજની છું. આ સમાજમાંથી મુખ્યમંત્રી પણ આવે છે. સિદ્ધારમૈયાને આટલે નજીકથી જોઈને હું ઉત્સાહિત થઈ ગઈ હતી. અને કિસ કરી લીધી હતી.
જો કે, તાલુકા પંચાયતની સભ્ય ગિરિજા શ્રીનિવાસ નામની આ મહિલાએ સ્પષ્ટતા કરી છે કે, તેને આ કિસ પોતાના પિતા સમાન મુખ્યમંત્રીને કરી હતી. તેનો બીજો અર્થ કાઢવો જોઈએ નહીં. ગિરિજા મુખ્યમંત્રીના ચૂંટણી ક્ષેત્ર વરૂણા સાથે સંબંધ ધરાવે છે જે મેસુરનો ભાગ છે.