નવી દિલ્હીઃ આર્ય સમાજના નેતા સ્વામી અગ્નિવેશે આજે નવી દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બાયિલરી સાયન્સિસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે લિવર સિરોસિસથી પીડિત હતા અને ગંભીર રીતે બીમાર હતા. મલ્ટીપલ ફેલ્યોરના કારણે મંગળવારથી તે વેન્ટીલેટર સપોર્ટ પર હતા.


શુક્રવારે 11 સપ્ટેમ્બરના રોજ તેમની હાલત બગડી હતી અને સાંજે 6 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ પણ આવ્યો હતો. બાદમાં ડોક્ટરોએ તેમને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ સાંજે સાડા છ વાગ્યે તેમનું નિધન થયું હતું. આ જાણકારી આઇએલબીએસ તરફથી જાહેર કરવામાં આવી છે.



હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અગ્નિવેશને 1970માં એક રાજકીય પાર્ટી આર્ય સભાની સ્થાપના કરી જે આર્ય સમાજના સિદ્ધાંતો પર આધારિત હતી. તે ધર્મોના મામલામાં વાર્તા માટે એક વકીલ પણ હતા.

તે સામાજિક સક્રીયતાના વિવિધ ક્ષેત્રોમાં સામેલ રહ્યા જેમાં કન્યાભ્રૂણ હત્યા અને મહિલાઓની મુક્તિ વિરુદ્ધ અભિયાનમાં સામેલ હતા. જન લોકપાલ બિલને લાગુ કરવા માટે 2011માં ઇન્ડિયા અગેસ્ટ કરપ્શન અભિયાન દરમિયાન અન્ના હજારેના સહયોગી હતા.