નવી દિલ્હી: કેંદ્રીય મંત્રી સદાનંદ ગૌડાની આજે અચાનક તબીયત બગડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ રાજ્યમાં ભાજપની કાર્યકારી બેઠક બાદ શિમોગાથી મુસાફરી કરી રહ્યા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે તેઓ હાલ સ્વસ્થ છે. તેમનું શુગર લેવલ ઓછુ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ હાલમાં જ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયા છે.

હાલમાં જ કેંદ્રીય મંત્રી સદાનંદ ગૌડા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે પોતે ટ્વિટ કરી જાણકારી આપી હતી. આ સાથે જ કેંદ્રીય મંત્રીએ હાલમાં પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવધાની રાખવાનો આગ્રહ કર્યો હતો.

કેંદ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ ટ્વિટ કરી કહ્યું હતું, શરૂઆતના લક્ષણો બાદ મે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મે પોતાને બધાથી અલગ કર્યા છે. મારા સંપર્કમાં આવેલા લોકોને અનુરોધ છે કે તેઓ સાવધાની રાખે અને કોરોના પ્રોટોકોલને ફોલો કરે.