હું એક મંત્રી છું- ડીવી સદાનંદ ગૌડા
કેંદ્રીય મંત્રી સદાનંદ ગૌડા દિલ્હીથી બેંગલુરૂ પહોંચ્યા હતા. નિયમો મુજબ, તેમણે સાત દિવસ સુધી સરકારી ક્વોરન્ટાઈનમાં જવાનું હતું, પરંતુ તેઓ ન ગયા. તેને લઈને જ્યારે તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું, હું એક મંત્રી છું અને ફાર્માક્યૂટિકલ મંત્રાલય સંભાળી રહ્યો છે. મારી ફરજ છે કે એ સુનિચ્છિત કરવાનો કે દેશમાં દરેક જગ્યાએ દવાઓની સપ્લાઈ થાય.
તેમણે આગળ કહ્યું, 'કેટલાક ખાસ પદો પર કામ કરી રહેલા ખાસ લોકોને ક્વોરન્ટાઈનના દિશા નિર્દેશોમાંથી છૂટ આપવામાં આવી છે. જેમ કે ડૉક્ટર,નર્સ અને જરૂરી દવાઓની સપ્લાઈ કરનારા લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવશે તો શું આપણે કોરોનાને રોકી શકશું.'
ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારનો નિયમ છે કે દિલ્હી, મહારાષ્ટ્ર,એમપી,રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુથી આવતા તમામ લોકોએ સાત દિવસ સુધી સરકારી ક્વોરન્ટાઈનમાં જવું ફરજિયાત છે અને ફાર્મા સેક્ટરને આ નિયમોમાં કોઈપણ પ્રકારની છૂટ નથી આપવામાં આવી.