Jyotiraditya Scindia Corona Positive:  કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હું તમને બધાને જણાવવા માંગુ છું કે ડોક્ટરોની સલાહ પર કરાયેલા કોવિડ-19ના ટેસ્ટમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તમને બધાને વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પોતાનો ટેસ્ટ કરાવવો જોઇએ.






ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત બીજેપી કોર ગ્રુપની બેઠકમાંથી અચાનક વોકઆઉટ કરી ગયા હતા. તેમની વિદાયના મામલે રાજકીય હલચલ મચી ગઈ હતી. સિંધિયાના જવા પાછળનું કારણ વાયરલ ફીવર જણાવવામાં આવી રહ્યું હતું.


આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભાજપ આ ચૂંટણીઓને લઈને ગંભીર છે, તેથી જ સંગઠન અને સરકારના સ્તરે સતત ગ્રાઉન્ડ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં બુધવારે ભોપાલમાં અગ્રણી નેતાઓના કોર ગ્રુપની બેઠક બોલાવવામાં આવી હતી. મીટિંગ ચાલી રહી હતી અને તે દરમિયાન સિંધિયા બહાર આવ્યા અને સીધા ઘરે જતા રહ્યા હતા.


પાકિસ્તાનના PM શરીફનું નિવેદન વાયરલ, કહ્યું - 'ઈમરાનને ગોળી વાગી, પોસ્ટમોર્ટમ કેમ ના થયું?' - Video


Shahbaz Sharif Video: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને ગોળી વાગી હતી પરંતુ તેમનું પોસ્ટમોર્ટમ કેમ ના થયું. આ વીડિયો સામે આવ્યા બાદ તે વિરોધીઓના નિશાના પર છે. સોશિયલ મીડિયા પર લોકો શાહબાઝ શરીફના વિશે અલગ-અલગ રીતે વાત કરી રહ્યા છે.


આ વીડિયો પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની એક પ્રેસ કોન્ફરન્સનો છે. તેમણે આ પ્રેસ કોન્ફરન્સ ઈમરાન ખાન પર થયેલા જીવલેણ હુમલા બાદ કરી હતી. આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી અને તે ખરાબ રીતે ઘાયલ થયો હતા. ઈમરાન ખાન પરના આ હુમલાને લઈને વિવિધ પ્રકારની નિવેદનબાજી થઈ હતી. પહેલાં એવું કહેવામાં આવ્યું કે, તેને પગમાં ગોળી વાગી હતી, પછી કહેવામાં આવ્યું કે, ઈમરાન ખાનના પગમાં ચાર ગોળીઓ વાગી હતી, પછી કહેવામાં આવ્યું કે તેના પગમાં ગોળી વાગી હતી. મીડિયાએ આવી બાબતો પર શાહબાઝ શરીફને સવાલ કર્યા હતા.


શું કહ્યું શાહબાઝ શરીફે?


જ્યારે શાહબાઝ શરીફને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપતાં કહ્યું કે, પંજાબ પ્રાંતમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની સરકાર છે તો હજુ સુધી આ ઘટનાની તપાસ કેમ નથી થઈ. શાહબાઝે કહ્યું, "પંજાબ સરકારને પૂછવું જોઈએ. આઈજી તેમના છે. તેમના ગૃહ સચિવ છે. તેમને કહો કે હજુ સુધી પોસ્ટમોર્ટમ કેમ નથી થયું? તેમને કેટલી 4 ગોળીઓ, 16 ગોળીઓ કેટલી ગોળીઓ વાગી છે તે જનતાને જણાવે