જાણકારી મુજબ ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમના પત્નીનું મોત થયું છે. આ અકસ્માતમાં તેમના પીએનું પણ મોત થયું છે.
આ અકસ્માત બાદ શ્રીપદ નાઈકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે ગોવા શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે ગોવામાં કેંદ્રીય મંત્રી શ્રીપદ નાયકની સારવારની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વાત કરી છે.
પોલીસે જણાવ્યું કે, શ્રીપદ નાઈક અને તેમની પત્ની વિજયા પોતાના સહાયકો સાથે યેલાપુરના ગંતે ગણપતિ મંદિરમાં પૂજા કરવા માટે સોમવારે સવારે પહોંચ્યા હતા. અહીંયા દિવસ દરમિયાન પૂજા-અર્ચના કરીને તેઓ સાંજે સાત કલાકે પરત ફરી રહ્યા હતા. તેઓ ગોકરન જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે ૬૩થી ગાડીને એક શોર્ટકટ રસ્તા ઉપર ઉતારવામાં આવી હતી. આ રસ્તો ખરાબ હાલતમાં હોવાથી ડ્રાઈવરે કાર ઉપર કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ ગઈ હતી. તેના પગલે વિજયા નાઈક અને અન્ય બે લોકોને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શ્રીપદ નાઈકના જલ્દી સ્વસ્થ થવા માટે કામના કરી અને તેમના પત્નીના મોત પર શોક વ્યક્ત કર્યો છે.