નવી દિલ્હીઃ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે ગ્રીન હાઈડ્રોજનથી ચાલતી કારમાં સંસદ પહોંચ્યા. આ કારનું નામ મિરાઈ છે. કેન્દ્રીય મંત્રીના કહેવા મુજબ પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે ભારત પેટ્રોલ-ડીઝલની આયાત કરે છે અને પેટ્રોલ-ડીઝલથી પ્રદૂશમ પણ થાય છે.
નીતિન ગડકરીએ કહ્યું, પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને પૂરું કરવા માટે ઓઈલમાં આત્મનિર્ભર થવું પડશે. આ ગાડી ટૂંક સમયમાં ભારતમાં આવશે, દેશમાં તેની એક મોટી ક્રાંતિ થશે. આયાત ઘટશે અને આપણું આત્મનિર્ભર ભારતનું સપનું નિશ્ચિત રીકે સાકાર થશે. આત્મનિર્ભર બનવા માટે અમને ગ્રીન હાઈડ્રોજન રજૂ કર્યું છે, જે પાણીથી ઉત્પન્ન થાય છે. આ કાર પાયલટ પ્રોજેકેટ છે. હવે દેશમાં ગ્રીન હાઈડ્રોજનનું નિર્માણ શરૂ થશે. આયાત પર અંકુશ લાગશે અને રોજગારીના નવા અવસર પેદા થશે.
ગડકરીએ આગળ કહ્યું, ભારત સરકારે 3000 કરોડ રૂપિયાનું મિશન શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં આપણે હાઇડ્રોજનની નિકાસ કરનારો દેશ બનીશું. હાલ જ્યાં કોલસાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરાશે.
2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો લક્ષ્ય
કેન્દ્રીય મંત્રી ગડકરીએઅ 16 માર્ચે નવી દિલ્હીમાં વિશ્વની સૌથી નવીનતમ ટેક્નોલોજીથી વિકસિત ગ્રીન હાઈડ્રોજન ફ્યૂલ સેલ ઈલેક્ટ્રિક વાહન ટોયાટા મિરાઈનો આરંભ કરાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ બચાવવા પર ભાર મુકાશે. 2047 સુધીમાં ભારતને ઉર્જા આત્મનિર્ભર બનાવાશે.