દેશભરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારોમાં સોમવારથી લોકડાઉન ખૂલી રહ્યું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન લાગુ રહેશે. ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં પરિવહન તથા ઓફિસ-દુકાન ખોલવા પર નિયંત્રણ દૂર કરવામાં આવ્યા છે. જોકે, આ સમયમાં લોકો માટે કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવ્યું છે.
- ઓફિસ, જાહેર સ્થળો, પ્રવાસમાં ચહેરો માસ્ક-કપડાંથી ઢાંકી રાખવો પડશે.
- જાહેર સ્થળો પર બધા લોકોએ ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
- જાહેર સ્થળો પર થૂંકનારને રાજ્યોના નિયમ અને કાયદા મુજબ સજા થશે.
- જાહેર સ્થળો પર દારૂ, પાન, મસાલા, ગુટખા, તમાકુ વગેરેનું સેવન નહીં કરી શકાય.
- ઓફિસ, કામના સ્થળ, દુકાન, બજાર, ઔદ્યોગિક અને કોમર્શિયલ સંસ્થામાં બે શિફ્ટ વચ્ચે અંતર રાખવું પડશે.
- શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અપનાવવા કંપનીઓને સૂચન કરવામાં આવ્યું છે.
- બધા જ ઔદ્યોગિક અને કોમર્શિયલ એકમો, ઓફિસમાં પ્રવેશ અને બહાર નીકળવાના સમયે થર્મલ સ્ક્રીનિંગ, હેન્ડવોશ, સેનિટાઈઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે.
- કામના સ્થળો પર નિયમિત રીતે સેનિટાઇઝેશન કરાવવું પડશે. દરવાજા, હેન્ડલ જેવી લોકોના સંપંકપ્માં આવતી વસ્તુઓને સમયાંતરે સેનિટાઇઝ કરાવવી પડશે.