નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી દેશભરમાં સિનેમાઘર છેલ્લા ચાર મહિના કરતા વધારે સમયથી બંધ છે. જેના કારણે અનેક મોટી ફિલ્મોએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ કારણે સિનેમાઘરો દ્વારા પરિવાર ચલાવતા લોકોને પણ આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.


દેશમાં અનલૉક-3ને લઈ એસઓપી બનાવવાનું શરૂ થઈ ગયું છે. 31 જુલાઈએ અનલોક-2 ખતમ થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અનલોક-3માં સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે સિનેમા હોલ ખોલવામાં આવી શકે છે.

આ પહેલા સૂચના પ્રસારણ મંત્રાલય અને સિનેમા હોલ માલિકો વચ્ચે અનેક બેઠકો થઈ હતી. જે બાદ સિનેમા હોલ માલિકો 50 ટકા દર્શકો સાથે થિયેટર શરૂ કરવા તૈયાર થઈ ગયા છે. જોકે મંત્રાલય 25 ટકા સીટ સાથે સિનેમા હોલ ખૂલે અને નિયમોનું કડક પાલન થાય તેમ ઈચ્છે છે. અનલોક-3માં સિનેમા હોલની સાથે જિમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સ્કૂલ અને મેટ્રો શરૂ કરવા વિચાર નથી કરાયો. રાજ્યોને પણ અનલોક-3માં કેટલીક વધુ છૂટ આપવામાં આવી શકે છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ સીઆઈઆઈ મીડિયા સમિતિ સાથે શુક્રવારે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લા તેના પર અંતિમ ફેંસલો લેશે. ખરેએ કહ્યું, તેમણે 1 ઓગસ્ટ કે 31 ઓગસ્ટ આસપાસ સિનેમાઘરને ફરીથી ખોલવાની ભલામણ કરી છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમ અને પ્રથમ રૉમાં અલ્ટરનેટ સીટ તથા આગલી રૉ ખાલી રાખવાની ફોર્મુલા પણ આપી છે.



આ અંગે PVR સિનેમાના સીઈઓ જી દત્તાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, અમે સેનિટાઈઝેશન અને માસ્ક જેવી મૂળભૂત બાબતોની ખાતરી કરી રહ્યા છીએ. કાગળ ટિકિટનો ઉપયોગ નહીં કરવામાં આવે. લોકોની ભીડ ન થાય તે માટે એન્ટ્રી, એક્ઝિટ અને ઈન્ટરમિશનનું આયોજન કરવામાં આવશે.

સતત માસ્ક પહેરવાથી કંટાળી જતા લોકોને મોદીએ શું આપી મોટી સલાહ ? જાણો મહત્વનિ વિગત

PM મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં હવે અઠવાડિયામાં 3 દિવસ રહેશે લોકડાઉન, નવી ગાઈડલાઈન કરાઈ જાહેર

PM મોદીએ 'મન કી બાત'માં કચ્છમાં થઈ રહેલી ડ્રેગન ફ્રૂટની ખેતીને લઈ શું કહ્યું ? જાણો વિગત