વારાણસીઃ ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં પણ કોરોના સંક્રમણના કેસ દરરોજ વધી રહ્યા છે. કોરોના મહામારી ફેલાતી અટકાવવા ઉત્તર પ્રદેશમાં વીકેંડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ હવે વારાણસીમાં સપ્તાહના ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ લોકડાઉનને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

તેમણે કહ્યું, હવે સપ્તાહમાં ચાર દિવસ જ ઓફિસ અને બજાર ખુલ્લા રહેશે. તમામ દુકાનો અને ખાનગી ઓફિસો માત્ર મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે ખુલ્લા રહેશે. જ્યારે શનિવાર, રવિવાર અને સોમવાર બંધ રહેશે. આ વ્યવસ્થા 15 ઓગસ્ટ, 2020 સુધી ચાલુ રહેશે.

કૌશલ રાજ શર્માના કહેવા મુજબ, વધતા સંક્રમણને લઈ કલમ 144માં આંશિક સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દુકાનો, ઓફિસો સોમવારથી શુક્રવાર પાંચ દિવસ ખુલ્લા રહેતા હતા. હવે મંગળવારથી શુક્રવાર ચાર દિવસ ખુલશે. શનિવારથી સોમવાર ત્રણ દિવસ સુધી બંધ રહેશે.

નવી ગાઇડલાઇન પ્રમાણે લોકડાઉનના દિવસોમાં માત્ર બેંક, દવા, દૂધ, શાકભાજી, ટ્રાન્સપોર્ટ, સબ્જી મંડી, રસોઈ ગેસ, પેટ્રોલ પંપ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 50 ટકા કર્મચારી સાથે સરકારી ઓફિસ ખોલી શકાશે.

ત્રણ દિવસના લોકડાઉન દરમિયાન દુકાનો બંધ કરવાના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. હવે તમામ પ્રકારની દુકાન, માર્કેટ, કોમ્પલેક્સ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. પહેલા સાંજે 4 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી હતી. રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પૂરી રીતે પ્રતિબંધ રહેશે.

PM મોદીએ 'મન કી બાત'માં કચ્છમાં થઈ રહેલી ડ્રેગન ફ્રૂટની ખેતીને લઈ શું કહ્યું ? જાણો વિગત

સતત માસ્ક પહેરવાથી કંટાળી જતા લોકોને મોદીએ શું આપી મોટી સલાહ ? જાણો મહત્વનિ વિગત

ગેરમાર્ગે દોરતી વિજ્ઞાપન માટે સેલિબ્રિટીને થશે દંડ, નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં થયા આ 10 મોટા બદલાવ, જાણો વિગત