નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.  ગૃહ મંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇન્સ પ્રમાણે 7 સપ્ટેમ્બરથી દેશભરમાં મેટ્રો સેવાઓ શરૂ થશે. ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે ભારત સરકારની સલાહ લીધા વગર રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો કન્ટેનમેન્ટ ઝોનની બહાર કોઈપણ સ્થાનિક લોકડાઉન લાદી નહીં શકે.

21 સપ્ટેમ્બરથી ટીચર્સની સલાહ લેવા માટે ધોરણ 9થી 12માના વિદ્યાર્થી વોલંટિયરી બેસિસિ પર સ્કૂલ જઈ શકશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે.આ ઉપરાંત 21 સપ્ટેમ્બરથી ટેકનિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામ્સ (જેમાં લેબ કે પ્રેક્ટિકલની જરૂર છે) વાળા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ અને પીએચડીના સ્ટુડન્ટ્સ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થા ખોલી શકાશે.



21 સપ્ટેમ્બરથી 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે સ્કૂલ ખોલવાની મંજૂરી અનલોક 4ની ગાઇડલાઇન્સમાં આપવામાં આવી છે.

Education Loan Information:

Calculate Education Loan EMI