નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો માટે શાળાઓ શૂ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત કોલેજો ખોલવાની પણ મંજૂરી આપી છે. જો કે સરકારે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે કડક નિયમો બહાર પાડ્યા છે.

આ નિયમો પ્રમાણે અન્ય શહેરો કે રાજ્યોમાંથી આવતા અને જેમની પાસે ઓનલાઈન શિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ નથી તેમને હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ અથવા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ એલોટ કરી શકાય છે. બહારથી આવી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ 14 દિવસ ક્વોરેન્ટીન થવું પડશે. ત્યાર બાદ જ વિદ્યાર્થી વર્ગખંડમાં હાજર રહી શકશે.

ઈન્સ્ટિટ્યુટમાં આઈસોલેશનની વ્યવસ્થા હોવી જોઈએ. હોસ્ટેલમાં રહેવા માટે આવતા દરેક વિદ્યાર્થીનો સ્ક્રીનિંગ ટેસ્ટ થશે. ફક્ત લક્ષણ ના હોય તેવા વિદ્યાર્થીઓને જ હોસ્ટેલમાં રૂમ ફાળવવામાં આવશે. જે વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણ દેખાય તેમને ઈન્સ્ટિટ્યુટના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. એક રૂમમાં બે વિદ્યાર્થીઓની બેડ વચ્ચે ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખવામાં આવે તેવો આદેશ પણ અપાયો છે.



રીયાએ સુશાંતના મોત પહેલાં કરેલી ટ્વિટમાં ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થશે એવું કહી દીધેલું ?

Education Loan Information:

Calculate Education Loan EMI