નવી દિલ્હીઃ દેશમાં આજથી અનલોક-6ની શરૂઆત થઈ છે. વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. કોરોનાના પ્રકોપથી બચાવવા ફ્રાંસ અને બ્રિટને લોકડાઉન-2ની જાહેરાત કરી છે. ભારતમાં પણ કેટલાક રાજ્યોએ 30 નવેમ્બર સુધી છૂટછાટ સાથે લોકડાઉન લંબાવ્યું છે.


મહારાષ્ટ્રઃ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્ય સરકાર મિશન બિગેન અગેન અંતર્ગત જરૂરી છૂટછાટ આપશે.

તમિલનાડુઃ તમિલનાડુ સરકારે ચાલુ મહિનાના અંત સુધી લોકડાઉન લંબાવવાનો ફેંસલો કર્યો છે. જોકે કેટલાક કામોમાં છૂટ આપવામાં આવી છે અને કેટલાક પર રોક ચાલુ રહેશે. રાજ્યમાં 16 નવેમ્બરથી 9 થી 12 ધોરણ માટે સ્કૂલો ખોલવામાં આવશે. મલ્ટીપ્લેક્સ પણ 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરાશે.

ઓડિશાઃ ઓડિશા સરકારે રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના વાયરસ લોકડાઉન 30 નવેમ્બર સુધી લંબાવ્યું છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 30 નવેમ્બર સુધી બંધ રહેશે, પરંતુ 9 થી 12 ધોરણ સુધી સ્કૂલ 16 નવેમ્બરથી ખૂલશે.

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જેમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળશે. તેમણે કહ્યું કે, જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો અને માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરો.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,964 કેસ અને 470 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 81,84,083 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 1,22,111 થયો છે. દેશમાં હાલ 5,70,458 એક્ટિવ કેસ છે અને 74,91,513 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.

સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મળશે દિવાળી ભેટ, મોદી 8 નવેમ્બરે હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીનો કરાવશે પ્રારંભ

કોંગ્રેસે સ્ટીંગ ઓપરેશનનો વીડિયો કર્યો જાહેર, સોમા ગાંડાએ પૈસા લઈ રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ