Jalaun Bus Accident: ઉત્તર પ્રદેશમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના માધવગઢ વિસ્તારમાં આજે રવિવારે સવારે મોટી રૉડ એક્સિડેન્ટની ઘટના ઘટી છે. ખરેખરમાં, અહીં રવિવારે વહેલી સવારે લગ્ન માટે જાનૈયાઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો છે, આ બસ અજાણ્યા વાહન સાથે જોરદાર રીતે ટકરાઇ હતી, અને બાદમાં રૉડની બાજુના કોતરમાં જઇને એક મોટા ખાડામાં પડી ગઇ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થઇ ગયા હતા, તો વળી અન્ય 17 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. ઘાયલોને હાલમાં હૉસ્પીટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યુ કે અત્યારે આગળની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું આ અંગે જણાવ્યુ કે, આજે વહેલી સવારે 3 વાગ્યે લગ્નના જાનૈયાઓથી ભરેલી એક બસ મંડેલા પરત જઈ રહી હતી, ત્યારે બસ માધવગઢના ગોપાલપુરા ગામ પાસે પહોંચી હતી, ત્યારે એક અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી અને બાદમાં તે બસ રૉડ પાસેના કોતરના ઊંડા ખાડામાં જઇ પડી હતી. તેમને કહ્યું કે અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ અકસ્માતની માહિતી રૉડ પરથી પસાર થતા લોકો આપી હતી. બાદમાં માધવગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને રામપુરા ખાતેના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ કુલદીપ (36), રઘુનંદન (46), સિરોભાન (65), કરણ સિંહ (34) અને વિકાસની ઓળખ કરી હતી. (32)ને મૃત જાહેર કર્યા હતા. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ અન્ય 17 લોકોને ઓરાઈ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. તેમને જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.