લખનઉઃ યુપીના મુઝફ્ફરનગરમાં બીજેપીના એક ધારાસભ્યએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઇને એવી ટિપ્પણી કરી છે, જેના કારણે વિવાદ થઇ ગયો છે. વિક્રમ સૈની યુપીના ખતૌલી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. વિક્રમ સૈનીએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી પથ્થરબાજોના ઘરે ઘરે જઇ રહી છે, અને કહી રહી છે કે કોઇ પથ્થર સે ના મારે મેરે દિવાને સે.


વિક્રમ સૈનીએ કહ્યું કે, 'પથ્થરબાજોના ઘરે ઘરે જઇને તેમનો હાલચાલ જાણવા તેમને પોલીસ પર પથ્થર ફેંક્યા, પોલીસ સ્ટેશનમાં આગ લગાવી, રેલવેના પાટા ઉખાડી દીધા. આવા બધા લોકોના ઘરોમાં જઇ રહી છે અને કહી રહી છે કે, કોઇ પથ્થર સે ના મારો મેરે દિવાને કો.'

ધારાસભ્યએ કહ્યું કે હું તો પ્રિયંકાને કહેવા માંગુ છું કે પ્રિયંકા લાલ્લી તુ બજા લે જીતની ભી ટાલ્લી (ઘંટડી) આ નરેન્દ્ર મોદી હૈ નહીં રહન દેખા ખાલી. બીજેપી ધારાસભ્યએ આ વાત યોગી સરકારની ગંગા યાત્રા કાર્યક્રમમાં કહી હતી.



ખરેખરમાં, થોડાક દિવસો પહેલા પ્રિયંકા ગાંધી યુપીના બિજનૌરમાં ગઇ હતી, ત્યાં તેમને નાગરિકતા કાયદાનો વિરોધ દરમિયાન માર્યા ગયેલા બે યુવાનોના પરિવારજનોની મુલાકાત કરી હતી.