UP Corona News: રાજધાની દિલ્હીને અડીને આવેલા યુપીના કેટલાક જિલ્લામાં કોરોનાના કેસ વધતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી. બેઠકમાં તેણે સ્કૂલના વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સુરક્ષાને લઈ વધારે સતર્કતા દાખવવાનો નિર્દેશ આપ્યો.


માસ્કના નિયમની કડક અમલવારી કરાવવા ભાર


પ્રવક્તાએ કહ્યું, મુખ્યમંત્રીએ એનસીઆરના જિલ્લા અને લખનઉમાં તમામ જગ્યાએ માસ્ક પહેરવાના નિયમનો કડક અમલ કરાવવા ભાર આપ્યો છે. ઉપરાંત લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. પ્રવક્તાના કહેવા મુજબ, આપણે બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ સતર્ક રહેવું પડશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોવિડ પ્રોટોકોલ અંગે જાગૃત કરવા પડશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું, એનસીઆરના જિલ્લા (ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત) અને લખનઉમાં રસી લેવાની બાકી હોય તેવા લોકોના રસીકરણ પર ભાર આપવામાં આવશે.




કોરોના વધતા સરકારે ક્યાં ફરીથી માસ્કને ફરજિયાત કર્યુ, નહીં પહેરવા પર કેટલો થશે દંડ ?


દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. દિલ્હીમાં કોરોના વધતા કેસોને ધ્યાનમાં લેતા ફરી એકવાર માસ્કની વાપસી થઇ છે. બુધવારે યોજાયેલી ડીડીએમની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે દિલ્હીમાં માસ્ક પહેરવુ ફરજિયાત થશે. હવે દિલ્હીમાં માસ્ક નહીં પહેરનારા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કૉવિડ-19ના કેસો વધતા દિલ્હી ડિઝસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બુધવારે સવારે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જો કોઇ માસ્ક પહેરવાના ફરજિયાત નિયમનુ ઉલ્લંઘન કરશે તો તેના પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેમ નક્કી થયું. DDMAની બેઠકમાં સ્કૂલો બંધ ના કરવા પર પણ સહમતી બની, વધતા કેસોની વચ્ચે નવી એસઓપી જાહેર કરવામા આવશે. શહેરમાં કૉવિડ-19 ટેસ્ટિંગ વધારવાનો પણ ફેંસલો કરવામાં આવ્યો હતો.