લખનઉ: સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પરિવાર અને પાર્ટીમાં થયેલો ઝઘડો હવે દિવાળી પર બજારમાં વહેંચવામાં આવતા ફટાકડાઓમાં પણ જોવા મળ્યો છે. છેલ્લા ધણા સમયથી સપા પરિવારમાં થયેલા ઝઘડાને વેપારીઓએ મુલાયમ, અખિલેશ, શિવપાલ, રામગોપાલની સાથે અમરસિંહની તસવીરો સાથે તેમના નામવાળા ફટાકડાને બજારમાં ઉર્તાયા છે.
વેપારીઓએ મુલાયમ પરિવારના ઝઘડાને સમાજવાદી ટૈગ વોર નામ આપ્યું છે તો અમરસિંહના નામની ફુલઝડી અને રામ ગોપાલના નામના મિર્ચી બોમ્બ બજારમાં મુક્યા છે. આ સિવાય બીજેપીની ભડાસ અને સર્જિકલ સ્ટ્રાઈકવાળા ફટાકડા પણ બજારમાં ખૂબ વહેંચાઈ રહ્યા છે.
મુલાયમના પરિવારમાં લાગેલી આગ અમરસિંહના કારણે લાગી કે નહી તે ચર્ચાનો વિષય જરૂર છે. પરંતુ, દિવાળીના ફટાકડા બજારમાં અમરસિંહની ફુલઝરી ધૂમ મચાવી રહી છે. આ સ્ટિકરમાં અમરસિંહ ફુલઝરીમાં આગ લગાવતી વખતે હસતા જોવા મળી રહ્યા છે. સમાજવાદી પાર્ટીમાંથી દૂર કરવામાં આવેલા રામગોપાલના નામ પર મિર્ચી બોમ્બ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે.