લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં શરૂઆતમાં તાકાતનો પરચો દેખાડ્યા બાદ સાચી રાજનીતિ હવે શરૂ થશે. દિવાળી બાદ યુપીમાં મોટા રાજકીય ધમાકાઓ થવાની તૈયારીમાં છે. કૉંગ્રેસને લાગી રહ્યું છે કે યુપીમાં શીલા દિક્ષીતને સીએમ ચહેરો બનાવવાનો દાવ ઠીક નથી બેસી રહ્યો. બહુજન સમાજ પાર્ટી કૉંગ્રેસ સાથે સમ્માનજનક સીટો સાથે ગઠબંધન કરવા માટે તૈયાર નથી. જેના કારણે કૉંગ્રેસના મોટા નેતાઓ હવે જેડીયૂ,આરએલડી તેમજ નાની પાર્ટીઓની સાથે સપા સાથે ગઠબંધન કરી બીજેપીને યૂપીમાં રોકવાની વકાલત કરી રહ્યા છે.
અખિલેશ યૂપી સરકારમાં પોતાના નિર્ણયો લઈ રહ્યા છે અને જેડીયૂના શરદ યાદવ સોનિયા ગાંધી સાથે મૂલાકાત કરી રહ્યા છે. સમ્માનજનક સીટો અને નિતીશ ફોર્મ્યુંલા પર વાત બની શકે છે, નવેમ્બરમાં આના પર આખરી નિર્ણય કરવામાં આવશે.
નામ ન આપવાની શર્ત પર કૉંગ્રેસ અને સપાના નેતાઓ કહે છે કે અખિલેશ-રાહુલ અને પ્રિયંકા-ડિંપલની જોડી મેદાનમાં આવશે તો હીટ તો રહેશે જ સાથે પૂર્વાંચલમાં નિતીશ કુમારની છબીનો ફાયદો થશે, કુર્મી વોટબેંકનો ફાયદો થશે, જ્યારે અજિત સિંહ અને જયંત પશ્ચિમ યુપીમાં ફાયદો આપશે. આ ગઠબંધન બીજેપી સામે ચેલેંજ બનીને સામે આવી શકે છે.