ઉત્તર પ્રદેશમાં ચૂંટાયેલી નવી ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી થઈ ગઈ છે. 25 માર્ચની સાંજે 4 વાગ્યે આ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ પહેલાં 24 માર્ચના રોજ શપથ ગ્રહણ યોજાનાર હતો પરંતુ હવે હવે ગૃહ વિભાગના સુત્રોએ કહ્યું છે કે, હવે શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચના રોજ યોજાશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ હાલ ઈકાના સ્ટેડિયમમાં ચાલી રહી છે. જો કે હજી સુધી યોગી સરકારના મંત્રીમંડળની રુપરેખા નક્કી નથી થઈ. શપથ ગ્રહણ સમારોહની તારીખ એક દિવસ આગળ વધારવાનું કારણ મંત્રીમંડળ હોઈ શકે છે. 


હજી સુધી નક્કી નથી યોગી સરકારનું મંત્રીમંડળઃ
દિલ્હીમાં અનેક રાઉન્ડની બેઠકો થઈ છે, પરંતુ યોગી કેબિનેટની રૂપરેખા નક્કી થઈ નથી. સૌથી વધુ સસ્પેન્સ ડેપ્યુટી સીએમને લઈને છે. ચૂંટણી હારી ગયેલા કેશવ પ્રસાદ મૌર્યને ડેપ્યુટી સીએમ બનાવાશે કે નહી તેના પર સસ્પેન્સ યથાવત છે. આવી સ્થિતિમાં હજુ કેટલા લોકોને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે તે નક્કી નથી થયું. જો કે, એક દલિત અને બ્રાહ્મણ નેતાને  ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચા પણ ચાલી રહી છે. એવા સંકેત મળી રહ્યા છે કે કેશવ પ્રસાદ મૌર્યને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. તેમને પછાત વર્ગના મોટા નેતા માનવામાં આવે છે. હકીકતમાં યોગી મંત્રીમંડળની સાથે 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપ તૈયારી કરી રહ્યું છે. 


જો કેશવ પ્રસાદ મોર્યને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે તો તે, પાર્ટીનો મોટો નિર્ણય હશે. ચૂંટણી હાર્યા પછી પણ આટલી મોટી જવાબદારીના અનેક અર્થ કાઢવામાં આવશે. ભાજપ કદાચ એક જ સંદેશ આપવા માંગે છે કે, તે સત્તામાં પછાત વર્ગના લોકોને લાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. જો કે હજી સુધી કોઈએ સત્તાવાર રીતે કેશવ પ્રસાદ મોર્યને ડેપ્યુટી સીએમ બનાવવાની વાત કરી નથી.