હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બળવાન રશિયા સામે નાનકડો દેશ યુક્રેન જબરદસ્ત ટક્કર આપી રહ્યો છે. રશિયાની અનેક ધમકીઓ બાદ પણ યુક્રેન ઘૂંટણીએ નથી પડ્યું. આ યુદ્ધમાં રશિયા સામે લડનાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીની પ્રસંશા પણ થઈ રહી છે. 


આ તરફ ભારતમાં પણ ઝેલેન્સકીની પ્રસંશા થઈ રહી છે. આસામ રાજ્યના ગુવાહાટીમાં ચા બનાવતી કંપનીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીને અલગ જ રીતથી સન્માન આપ્યું છે. ગુવાહાટીની અરોમીકા ટી નામની કંપનીએ વોલ્ડોમીર ઝેલેન્સકીની હિંમતના માનમાં પોતાની એક ચા બ્રાન્ડનું નામ ઝેલેન્સકી (Zelenskyy) રાખ્યું છે. આસામની ચા પોતાના કડક ફ્લેવર અને સુગંધ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે હવે આ ચાને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું નામ આપવામાં આવ્યું છે.


અરોમીકા ટી કંપનીના માલિક રણજીત બરુઆએ સમાચાર એજન્સી ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમે અમારી નવી ચા બ્રાન્ડનું નામ 'ઝેલેન્સકી' રાખ્યું છે. આ નામ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીના સાહસ અને વીરતા પરથી આપવામાં આવ્યું છે. ઝેલેન્સકીએ રશિયા સામેના યુદ્ધમાં પોતાના યુક્રેન દેશમાંથી ભાગી ના જઈને પોતાના દેશ માટે દેશમાં જ રહીને રશિયાને ટક્કર આપી છે. રણજીત બરુઆએ વધુમાં કહ્યું કે, શક્તિશાળી રશિયાની સેના સામે એકલા હાથે લડનાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની વીરતા અને સાહસને બતાવવા માટે આ નામ રાખવામાં આવ્યું છે. અમને આશા છે કે, લોકોને આ ચા અને તેનું નામ ગમશે. 


આ પણ વાંચોઃ


ધ કાશ્મીર ફાઈલ્સ પર કાશ્મીરના પૂર્વ CMએ કહ્યું, 'ફિલ્મમાં જૂઠ બાતાવાયું, સત્ય કંઈક અલગ', જાણો શું છે હકીકત


હવે પ્રાથમિક શાળામાં પણ બાળકો બોલશે ‘ભગવાન ઉવાચ’, સરકારે બહાર પાડ્યો પરિપત્ર


ભારતની મનસા વારાણસીનું સપનું તૂટ્યું, આ કારણે ન જીતી શકી Miss World 2021નું ટાઈટલ


ફક્ત એક કોરોના કેસ આવતાં આ દેશમાં લાગ્યું લોકડાઉન, બોર્ડર સીલ કરાઈ, જાણો વિગતે