UP Elections 2022: ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટ દ્વારા આજે 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના નેતાઓ ઉત્તરપ્રદેશમાં સ્ટાર કેમ્પેનર લિસ્ટમાં છે. જ્યારે દિગ્ગજ મા-દીકરાની જોડી મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને લિસ્ટમાં સ્થાન મળ્યું નથી. આ બંને નેતાઓ ઘણી વખત સુલ્તાનપુર અને પીલીભીતથી જીતી ચૂક્યા છે. તાજેતરમાં બીજેપી નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીમાં પણ બંનેને સ્થાન આપવામાં આવ્યું નહોતું.


લિસ્ટમાં બીજું કોણ કોણ છે


લિસ્ટમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઇરાની, મુખ્તાર અબ્બાસ નકવી, દિનેશ પ્રસાદ, ઉત્તરપ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, દિશન શર્મા, કેશવ પ્રસાદ મૌર્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


વરૂણ ગાંધીનું કેમ કપાયું પત્તું


વરૂણ ગાંધીએ ખેડૂત આંદોલન વખતે અનેક વખતે ધરતીપુત્રોના મુદ્દાને લઈ ટ્વીટર પર પાર્ટીને લઈ સવાલ ઉઠાવ્યા હતા. લખીમપુર ખીરી કાંડ વખતે પણ તેણે અજય મિશ્રાના પુત્ર સામે રાજ્ય અને કેન્દ્ર યોગ્ય પગલાં ભરતી ન હોવાનું કહ્યું હતું.


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ